Chhapariyali Pratipalak Yojana – ₹9,000
✓ Tax Exemption u/s 80G
‘દયા ધર્મનું મૂળ છે.’
શેઠ આણંદજી કલ્યાણજી છા. પાં. સા. ટ્રસ્ટ
શ્રી છાપરીયાળી પાંજરાપોળ
(સ્થાપના : વિ. સં. ૧૯૦૮ ઈસ્વી. ૧૮૫૨)
અનેક અબોલ જીવોનો વિસામો
જીવદયા પ્રતિપાલક યોજનામાં રૂ. ૯,૦૦૦/-ના વાર્ષિક અનુદાનથી જોડાઓ અને જીવોના પાલક બનો.
રોજના ફક્ત રૂ. ૨૫/- જેવી નાની રકમનું યોગદાન આપીને છાપરીયાળી પાંજરાપોળની દૈનિક નિભાવ ફંડ યોજનામાં લાભ લો અને ઘેર બેઠા રોજ ૧ પશુને તમારા તરફથી ઘાસચારા નીરણનો અમૂલ્ય લાભ મેળવો !!
જીવોના અભય દાતા બનો. દયા તમામ ધર્મોનું મૂળ છે.
ધર્મના વૃક્ષો જીવદયાની વહેતી નદીના કરૂણા જળથી સિંચાય છે. મૂંગા અબોલ પશુઓ પ્રત્યેની દયા આપણામાં દિવ્યતાને ઉજાગર કરે છે. દયા-કરૂણાના સંસ્કારો આપણને મળેલ વારસાગત મૂડી છે. રોજના સેંકડો પશુઓનો નિભાવ કરતી પાંજરાપોળ ઈચ્છે છે આપનો નાનકડો સહયોગ! દિવસે દિવસે મોંઘા થતાં ઘાસચારા અને નીરણના સમયે પશુધનને સાચવવા સહુ આગળ આવો! રોજના રૂ. ૨૫/- મુજબ ૧ વર્ષના ૩૬૦ દિવસ લેખે વાર્ષિક રૂ. ૯,૦૦૦/- ના અનુદાન વડે ઘેર બેઠા રોજ ૧ પશુના ઘાસચારા, નિભાવ અને જીવનનિર્વાહ માટે સહયોગી બનો.
આજે જ પરિવારના દરેક વ્યક્તિ અથવા સંપૂર્ણ પરિવાર વતી રૂ. ૯,૦૦૦/- નું પાંજરાપોળને દાન કરી લાભ લો !!
આજુબાજુના વિસ્તારોમાં રખડતા કે કતલખાને જતા બચાવાયેલા જીવો માટે આ પાંજરાપોળ એક સહારો છે.
આ
યોજના સિવાય બીજી પણ કાયમી યોજનાઓમાં લાભ લો, અન્ય મોટા અનુદાન માટે અવશ્ય સંપર્ક કરો.
આ સંસ્થાને અપાયેલ દાન
ઇન્કમટેક્ષ કાયદાની કલમ 80 (G) અંતર્ગત કરમુક્ત છે.